ભાદરણના કૌશલ્યાબહેન પટેલનું નિધન

Tuesday 28th March 2023 07:19 EDT
 
 

ભાદરણના જાણીતા સમાજસેવક વિનોદભાઇ પટેલના જીવનસાથી કૌશલ્યાબહેન પટેલનું ટૂંકી બીમારી બાદ આઠમી માર્ચના રોજ નિધન થયું છે. તેઓ 75 વર્ષનાં હતાં. કૌશલ્યાબહેને વિનોદભાઇ સાથે સાત્વિક, આધ્યાત્મિક, પરોપકારી અને કલ્યાણકારી માર્ગ પ્રશસ્ત કરતું 55 વર્ષનું સુખદ્ દાંપત્યજીવન વીતાવ્યું હતું. વિનોદભાઇ પટેલના સામાજિક જાહેરજીવનની સફળતામાં સ્વ. કૌશલ્યાબહેનની પ્રેરણા અને સમર્પણનું આગવું યોગદાન રહ્યું છે. ‘ગુજરાત સમાચાર’ના શુભેચ્છક-સમર્થક વિનોદભાઇ અને તેમના પરિવાર પર આવી પડેલા દુઃખની આ સમયે એબીપીએલ પરિવાર દિલસોજી પાઠવે છે અને સ્વ. કૌશલ્યાબહેનના આત્માની શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter