ભારતીય હાઈ કમિશન દ્વારા કોન્સ્યુલર સર્વિસિસ આપના દ્વારે પહોંચાડાશે

Wednesday 20th February 2019 02:35 EST
 
 

લંડનઃ ભારતીય હાઈ કમિશન તેની કોન્સ્યુલર સેવાઓ આપના ઘરઆંગણે લઈને આવી રહ્યું છે. આગામી તા.૦૩.૦૩.૨૦૧૯ને રવિવારે ભારતીય હાઈ કમિશનના અધિકારીઓની ટીમ સવારે ૧૦થી બપોરે ૨ દરમિયાન હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૨૦૪-૨૦૮, લેયટન રોડ, લંડન E15 1DT ખાતે આવશે. આ ટીમ લોકોને પાસપોર્ટ રિન્યુઅલ અરજી, ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ્સ તેમજ અન્ય સર્ટિફિકેટ અને એેટેસ્ટેશન માટે જરૂરિયાતોને લગતા પેપરવર્કમાં મદદ કરશે. આ આમંત્રણ સૌને માટે છે. કૃપા કરીને તેની જાણ આપના મિત્રો અને પરિવારોને કરશો.

આપ OCI માટે અરજી કરવા માગતા હો તો તેનું ઓનલાઈન ફોર્મ ભરીને તેની પ્રિન્ટ તેમજ OCI અથવા પાસપોર્ટ રિન્યુઅલ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ફોટોગ્રાફ્સ સાથે લાવવા વિનંતી. પ્રવેશ મફત છે. વધુ માહિતી માટે નાગરેચા કેશ એન્ડ કેરીનો સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન 020 8555 0318 પર તેમજ હસુભાઈ નાગરેચા 07946 565 888 અને ઉમિ રાડિયા 07760 388 911 પર સંપર્ક કરવા વિનંતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter