ગુજરાત સમાચારના વાચકોનો હૃદયપૂર્વક આભાર

Wednesday 17th July 2019 05:48 EDT
 

લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સમાચારના વાચકોનો હૃદયપૂર્વક આભાર. ગત મહિને અમારા બ્રોશર દ્વારા દાનની અપીલના પગલે અમારા દાનની ઝોળી છલકાઈ ગઈ હતી. આપના દાન તેમજ ભારતમાં વિધવાઓને મદદ માટે અમારા દ્વારા કરાતાં કાર્યની સુંદર સરાહના કરવા બદલ હું ખરેખર આપનો આભારી છું. વિધવાઓનાં જીવનમાં તફાવત સર્જવાનું મને ગૌરવ છે અને વર્ષો દરમિયાન અમે ઘણી સારી પ્રગતિ કરી હોવાં છતાં તેઓની યાતના વિશેની જાગૃતિ હજુ પણ ઓછી છે. જોકે, અમે દરરોજ સહાય માટે નાણા એકત્ર કરવા અને જાગૃતિ પ્રસરાવવા ભારે મહેનત કરી રહ્યા છીએ.
આ બ્રોશરમાં જે સ્ત્રીઓનો ઉલ્લેખ કરાયો છે તેઓ સાથે તેમનાં લગ્નના દરજ્જાના કારણે અતિ ખરાબ વ્યવહાર કરાયો છે અને યાતના સહન કરી છે તેમનું જીવંત ઉદાહરણ છે. તેમની સાથેનો દુર્વ્યવહાર નિહાળવો અને તેમના બાળકો શું સહન કરી રહ્યાં હશે તેની કલ્પના પણ હૃદયદ્રાવક છે. આપના દાનના કારણે અમે તેમનાં જેવી વિધવાઓનાં આંસું લુછવામાં મદદ કરી શકીશું. આ માટે આપનો પુનઃ આભાર.
જો આપ હજુ દાન આપી શક્યા ન હો અને કેવી રીતે યોગદાન કરી શકાય તે જાણવા ઈચ્છતા હો તો [email protected] ને ઈમેઈલ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો અથવા અમને (020) 8102 0351નંબર પર ફોન પણ કરી શકો છો.
- લોર્ડ લૂમ્બા CBE
ધ લૂમ્બા ફાઉન્ડેશન, સ્થાપક અને ચેરમેન ટ્રસ્ટી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter