૫૦મા વર્ષમાં પ્રવેશેલા ‘ગુજરાત સમાચાર’ને વાંચકો તરફથી શુભેચ્છાનો અવિરત પ્રવાહ

Wednesday 26th May 2021 06:06 EDT
 

લંડનથી પ્રકાશિત થતાં ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ એ ૪૯ વર્ષ પૂરા કરી ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.  ‘ગુજરાત સમાચાર’ને તેના વાંચકો તરફથી અઢળક શુભેચ્છા અને અભિનંદન મળી રહ્યા છે.

વર્ષોથી 'ગુજરાત સમાચાર'ના વાંચક રહેલા નોર્ધમ્પટનના જતીશ એસ શાહે અમને અભિનંદન આપતો પત્ર પાઠવ્યો છે, જે અત્રે પ્રકાશિત કરીએ છીએ.

 હું, મારા પત્ની અને પરિવાર, મિત્રો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની ટીમને ૫૦મા વર્ષનું સીમાચિહ્ન પ્રાપ્ત કરવા બદલ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ બન્ને સાપ્તાહિકોમાં આવતા ઘણાં સમાચારોને લીધે અહીંની તેમજ વિદેશની કોમ્યુનિટીઝ ઘટનાઓથી સુપેરે માહિતગાર રહે છે. સામાન્ય રીતે મુખ્યપ્રવાહ દ્વારા તેની અવગણના કરવામાં આવતી હોય છે. ‘ગુજરાત સમાચાર’ આ સફળતા મેળવવાને પાત્ર છે અને આવી જ રીતે સતત સફળતા હાંસલ કરતા રહેશો.     

ડિજીટલ પબ્લિશિંગના યુગમાં પ્રિન્ટ પબ્લિશર્સને પડકારોનો સામનો કરવો પડે છે. પરંતુ, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની ટીમે સાપ્તાહિકો પ્રત્યેની વાચકોની લોકપ્રિયતાને સતત મહેનત દ્વારા જાળવી રાખવાની સાથે તેનો વિસ્તાર કર્યો છે. 

ન્યૂઝપેપર્સ અને પ્રિન્ટ મીડિયાનો સુવર્ણ યુગ બદલાઈ ગયો હોવા છતાં બન્ને સાપ્તાહિકોના કુશળ લેખકો, પત્રકારો અને એડિટર્સે તાજા અભિગમ અને જોશ સાથે નવા ડેમોગ્રાફિક ગ્રૂપ્સને લક્ષ્ય બનાવ્યા છે.

અમે સદભાગી છીએ કે અમે દર અઠવાડિયે ઘરઆંગણે અમારા પ્રિય ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની નકલ મેળવવા ઉપરાંત તેના ડિજીટલ વર્ઝનનો પણ લાભ લઈ શકીએ છીએ. જોકે, પોતાની ફુરસદના સમયે ફાવે ત્યારે પ્રિન્ટ કોપી વાંચવાની જે મઝા આવે તે અનોખી જ છે. લોકડાઉનના આ સમયગાળામાં ભગવાન મદદે આવ્યા હોય તેવું લાગે છે. 

‘ગુજરાત સમાચાર’ એકમાત્ર સાપ્તાહિક છે જે આપણા લોકો સંબંધિત ઘણી અપડેટ્સ, મંતવ્યો, રિવ્યૂ, કોલમ, સમાચાર, ઈન્ટરવ્યૂ આપે છે. આપણી કોમ્યુનિટીઝમાં જેમણે સિદ્ધિ હાંસલ કરી હોય, પ્રશંસનીય કામ કર્યું હોય અને અન્ય પ્રકાશનોમાં જેમને કદરની તક મળી ન હોય તેમને તક પૂરી પાડે છે. 

ભારત અંગે અને ઘણાં અન્ય મુદ્દે અખબારો હંમેશા નકારાત્મક વલણ ધરાવતા હોય છે ત્યારે આ સાપ્તાહિકો ખૂબ જ સંતુલિત, ખૂબ વિચારપૂર્વકના મંતવ્યો આપે છે. 

‘ગુજરાત સમાચાર’ની ઉતારચડાવવાળી ૫૦ વર્ષની સફર અને અને તે પણ ડિજીટલ પબ્લિશિંગ સાથે, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ શ્રેષ્ઠ વાંચન પૂરું પાડે છે. તે તેના વાંચકોને સમજે છે અને કોમ્યુનિટી અને રાષ્ટ્ર વચ્ચે ખૂટતી કડી પૂરી પાડે છે


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter