રતિલાલભાઇ ટેલરને અંજલિ આપતી પ્રાર્થનાસભા

Thursday 13th April 2023 07:55 EDT
 
 

સમન્વય પરિવાર, સ્વામિનારાયણ સત્સંગ અને સામાજિક કાર્યોમાં નિષ્ઠાપૂર્વક, નિસ્વાર્થ સેવા આપનાર રતિલાલભાઇ દલપતભાઇ ટેલર તા. ૧૦ માર્ચે અક્ષરનિવાસી થયા. એમના પૂણ્યાત્માને અંજલિ આપતી પ્રાર્થના સભા તા.૧લી એપ્રિલે સાંજે નોર્થ લંડનના પાલમર્સગ્રીન ખાતે દરજી મિત્રમંડળ ઓફ યુકે કોમ્યુનિટી સેન્ટરમાં યોજાઇ હતી. જેમાં ગુજરાત સમાચારના મેનેજીંગ એડિટર કોકિલા પટેલ અને એબીપીએલના ગૃપ એડિટર મહેશભાઇ લીલોરિયાએ ઉપસ્થિત રહી સદગત રતિલાલભાઇને અંજલિ આપી હતી. ભક્તિમય જીવન અને સામાજિક સેવા સાથે રતિલાલભાઇ એક ઉમદા લેખક હતા.
તેમણે નજરે જોયું કે અનુભવ્યું હોય એની નોંધ રોજ રોજનીશીમાં ટાંકતા. તેઓ એમના ધર્મલેખો નિયમિત "ગુજરાત સમાચાર'ના દિપોત્સવી અંક માટે લખી મોકલતા. પ્રાર્થના સભામાં ઉપસ્થિત રતિલાલભાઇનાં ધર્મપત્ની અંબાબેન, દિકરી ગીતાબેન, દિકરા પ્રકાશભાઇ, પરેશભાઇ ટેલર સહિત દરજી સમાજના અગ્રણીઓએ "ગુજરાત સમાચાર"ના તંત્રીશ્રી સી.બી. પટેલ અને સૌ સભ્યોનો અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter