લંડનઃ યુકેમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત સાથે GCSE પાસ કરવાની પરીક્ષા આપી રહ્યા છે તે ખરેખર સારા સમાચાર છે. અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગૌરવ સાથે સંસ્કૃત IGCSE પરિણામો હાંસલ કર્યા છે. શાળાની એક વિદ્યાર્થિની સિઆના વાકડેએ તેના સંસ્કૃત GCSEમાં A ગ્રેડ હાંસલ કર્યો છે.
સિઆના વાકડે કહે છે કે,‘ અમારી શાળામાં છેક પ્રાઈમરીથી અમને સંસ્કૃત શીખવવામાં આવે છે પરંતુ, દેવનાગરી સ્ક્રીપ્ટ અને નાના શબ્દો અને વાક્યોના ઉપયોગથી તે સરળ બને છે છતાં, પડકારથી ભરેલું કાર્ય છે. રામાયણ અને મહાભારતની કથાઓ હોય છે જેનાથી અમારા મૂલ્યોને સારી રીતે સમજવામાં મદદ મળે છે. અમારા અભ્યાસમાં હિન્દુ તત્વજ્ઞાન-ફીલોસોફી, ભગવદ્ ગીતા અને હિતોપદેશનો પણ સમાવેશ થાય છે. સંસ્કૃત મુશ્કેલ છતાં, રસપ્રદ વિષય છે. શરૂઆતમાં સંસ્કૃત પડકારજનક લાગે્ પરંતુ, એક વખત તમને શબ્દો અમને વાક્યરચના સમજાવા લાગે ત્યારે તે ખરે રસપ્રદ બની જાય છે.’
અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલમાં સંસ્કૃતમાં શ્રી લક્ષ્મણ જેવા ઉત્કૃષ્ટ શિક્ષક છે અને કેઈયોના, જ્હાન્વી, આશના, અંશુ, રુચિ, અને સિઆના જેવા ઘણા સ્ટુડન્ડસે A અથવા A+ હાંસલ કરેલ છે.