આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ દ્વારા યુકેમાં NRI માટે યોજાયા ટેક્સેશન-ઇન્વેસ્ટમેન્ટ પ્રેઝન્ટેશન

Tuesday 02nd July 2024 10:55 EDT
 
 

લંડનઃ આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લી. દ્વારા ટેક્સેશન અને ઇન્વેસ્ટમેન્ટના વિષય પર યુકેમાં વિવિધ સ્થળોએ યોજાયેલા પ્રેઝન્ટેશનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. લંડનમાં ક્રાઉન પ્લાઝા-ઇલિંગમાં, લેસ્ટરમાં હોલીડે ઈન લેસ્ટરમાં, બર્મિંગહામમાં ક્રાઉન પ્લાઝા ખાતે અને હેરોમાં સંગત એડવાઇસ સેન્ટર ખાતે એનસીજીઓ-યુકે (નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન) દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન યોજવામાં આવ્યા હતા.
આ પ્રેઝન્ટેશનમાં યુકેમાં વસતાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ (એનઆરઆઇ) તથા રસ ધરાવતા અન્યોને ભારતમાં રોકાણ તથા ટેક્સ સંબંધિત વિવિધ નીતિઓ અને નવા પરિવર્તન વિશે જાણકારી અપાઇ હતી. આ પ્રેઝન્ટેશનને ટેક્સ એન્ડ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ દક્ષેશભાઈ કોઠારી અને સીએ રાજીત કોઠારી જેવા અગ્રણી નિષ્ણાતોએ સંબોધીને પોતાના બહોળા અનુભવ અને જ્ઞાનનો લોકોને લાભ આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પ્રેઝન્ટેશન પૂરું થયા બાદ નિષ્ણાતોએ વિગતવાર પ્રશ્નોત્તરી કરી હતી. આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ દ્વારા ભારતની બહાર પહેલી વખત નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ માટે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો, અને તેને ખૂબ જ વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.
યુકેમાં રહેતા ગુજરાતી સમાજ અને અન્ય ભારતીય સમુદાયના સભ્યોએ તમામ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં હાજર રહીને આ પ્રેઝન્ટેશનને સફળ બનાવ્યા હતા. બ્રિટનવાસી ભારતીય સમુદાયે આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝને આ પ્રકારના જ્ઞાનવર્ધક કાર્યક્રમના આયોજન બદલ બિરદાવીને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રેઝન્ટેશન યોજતા રહેવા અનુરોધ કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter