પંકજ સોઢાના માતુશ્રી જયાલક્ષ્મીબેનનું નિધન

Friday 05th January 2018 12:46 EST
 
 

નાટક, ગીતસંગીત અને અન્ય કલાકારોના શોનું આયોજન કરતા જાણીતા શ્રી પંકજભાઇ સોઢા, શ્રી દીપકભાઇ સોઢા અને શ્રીમતી વર્ષાબેન સોઢાના માતુશ્રી શ્રીમતી જયાલક્ષ્મીબેન ચંદ્રકેતુભાઇ સોઢાનું ગુરૂવાર તા. ૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૭૮ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. સદ્ગત જયાલક્ષ્મીબેન અને તેમના પતિ. સ્વ. ચંદ્રકેતુભાઇ સોઢા મ્વાંઝા - ટાન્ઝાનીયાથી ૧૯૭૫માં યુકે સ્થાયી થયા હતા અને હાલ કેન્ટન, લંડન ખાતે રહેતા હતા. સદ્ગતના આત્માની શાંતિ અર્થે તા. ૯ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ યોજાઇ હતી. પરમકૃપાળુ પરમાત્મા શ્રીમતી જયાલક્ષ્મીબેનના દિવંગત આત્માને શાંતિ આપે તેવી 'ગુજરાત સમાચાર' પરિવારની પ્રાર્થના.

ફ્યુનરલ અને અન્ય માહિતી માટે સંપર્ક: શ્રી પંકજભાઇ સોઢા 07985 222 186 Email : [email protected]


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter