ભારતીય હાઇકમિશન અને ઇન્ડિયા લીગ દ્વારા ગાંધી નિર્વાણ દિન પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરાશે

Tuesday 23rd January 2018 10:31 EST
 
 

અહિંસક આંદોલન ચલાવી અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના એક કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન, લંડન અને ઇન્ડિયા લિગ દ્વારા કરવામાં આવ્યું છે.

ટેવિસ્ટોક સ્કવેર ગાર્ડન્સ, બ્લુમ્સબરી, કેમડેન, લંડન WC1H 9EU ખાતે તા. ૩૦-૧-૧૮ મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ભારતના હાઇકમિશ્નર શ્રી વાય કે સિન્હા, ડેપ્યુટી હાઇકમિશ્નર શ્રી દિનેશ પટનાયક, ઇન્ડિયા લીગના ચેરમેન શ્રી સીબી પટેલ, સ્થાનીક એમપી, લોર્ડ્ઝ, કેમડેનના મેયર, ભારતીય સમુદાયના સ્થાનિક અગ્રણીઅો, કાઉન્સિલર્સ અને અન્ય અધિકારીઅો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઅો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં પધારવા જાહેર જનતાને નિમંત્રણ છે. નજીકનું ટ્યુબ સ્ટેશન હ્યુસ્ટન અને રસેલ સ્વકેર છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter