હળવે હૈયે...

Wednesday 10th July 2019 06:39 EDT
 
 

ભૂરોઃ પપ્પા મને મ્યુઝિક સિસ્ટમ લાવી આપો.
પપ્પાઃ ના... તું લોકોને હેરાન કરીશ.
ભૂરોઃ ના કોઇને જરા પણ ડિસ્ટર્બ નહીં કરું. બધા ઊંઘી જશે પછી જ વગાડીશ, બસ?

જિગોઃ તેં મારી પાસેથી ઉધાર લીધેલા ૧,૦૦૦ રૂપિયા હજી પાછા આપ્યા નથી.
ભૂરોઃ સોરી યાર પણ થોડી મુશ્કેલી છે. કંઇક એડજસ્ટ કર ને...
જિગોઃ સારુ ચાલ, મિત્ર તરીકે હું અડધા પૈસા ભૂલી જવા તૈયાર છું.
ભૂરોઃ થેન્ક યુ... હું પણ મિત્ર તરીકે અડધા પેસા ભૂલવા તૈયાર છું. આપણો હિસાબ પૂરો.

ચંપાઃ ઇન્સપેક્ટર સાહેબ, જલ્દી મારા ઘરે આવો અને આ સિરિયલ કિલરને પકડી જાઓ.
પોલીસ ટુકડી તરત જ ઘરે પહોંચી ગઇને પૂછ્યુંઃ મેડમ, જલ્દી કહો ક્યાં છે સિરિયલ કિલર?
ચંપાઃ આ સામે સોફામાં બેઠો... લઇ જાવ તેને... વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી મને આજ સુધી એકેય સિરિયલ જોવા દીધી નથી.

પત્નીઃ સાંભળો છો. ચાર કિલો વટાણા લઈ લઉં?
ભૂરોઃ હા લઈ લે. તને યોગ્ય લાગે એમ કરને, મેં ક્યારેય તને કોઇ વાતે ના પાડી છે?
પત્નીઃ મેં તમારી સલાહ નથી માગી. તમારી કેપેસિટી પૂછી છે. તમારાથી ફોલાશે તો ખરાને?

અમિતે રસોડામાં જઈ ગેસ પર કૂકર મૂક્યું...
ફેસબુક પર સેલ્ફી સાથે પોસ્ટ મૂકીને નીચે લખ્યુંઃ ઘરવાળી પિયર ગઈ છે અને મારે ચા બનાવવાની છે, તો કૂકરમાં કેટલી સીટી વગાડવાની?
તરત ફ્રેન્ડ્સની કોમેન્ટ્સ આવવાની શરૂ
થઈ ગઈ.
પ્રમોદઃ કૂકરમાં એક જ સીટી તો છે, કેટલી વગાડીશ?
ગોપાલઃ બેવકૂફ, ચા કૂકરમાં ન બને, કઢાઈમાં બને.
મુકેશઃ પહેલાં ચાની ભુક્કી ૨-૩ કલાક પલાળી રાખ અને ૨થી ૩ સીટીમાં ચા બની જશે.
છેલ્લો જવાબઃ નાલાયક, ઘરવાળી પિયર ગઈ છે તો કંઈ ચા પીવાની હોય? બોટલ કાઢ ને મોજ કર!

શિક્ષક (ચિન્ટુને)ઃ ૧૫ ફળના નામ બોલ.
ચિન્ટુઃ ચીકુ, સફરજન, સંતરા...
શિક્ષકઃ જલ્દી આગળ બોલ...
લલ્લુઃ એક ડઝન કેળાં.
શિક્ષકઃ હેં!?

સવાલઃ ફારસી ભાષામાં પત્નીને શું કહેવાય?
જવાબઃ દુનિયાની કોઈ પણ ભાષામાં પત્નીને કંઈ ન કહેવાય.

જિગોઃ આ ફેસબુકથી થાકી ગયો છું
ભૂરોઃ કેમ લ્યા શું થયું?
જિગોઃ અહીંયા એવા લોકો લવગુરુ બનીને બેઠા છે. જેમના જીવનમાં અપ્સરાના નામે માત્ર પેન્સિલ જ આવી હોય.

ભૂરોઃ સેવા કરવી તો દારૂની બોટલ જેવી.
જિગોઃ એટલે?
બૂરોઃ પોતે ભલે ખાલી થઈ જઈએ, પણ સામેની વ્યક્તિ ફુલ થઈ જવી જોઈએ.

પુત્રઃ મમ્મી તું તો કહેતી હતી કે પરીને પાંખો હોય છે અને તે ઉડતી હોય છે તો પછી સામેવાળા ચંપાઆન્ટી કેમ ઊડતાં નથી?
મમ્મીઃ કોણે કહ્યું કે એ ચંપાડી પરી છે?
પુત્રઃ પપ્પા કહેતા હતા...
મમ્મીઃ એ...મ?! તો આજે બંને ઊડશે... સાંજે આવવા દે તારા પપ્પાને.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter