હળવે હૈયે...

હાસ્ય

Wednesday 14th August 2019 08:54 EDT
 

પતિઃ આજે એવી ચા બનાવ કે રોમે રોમ દીવા થાય.
પત્નિઃ દૂધ નાખું કે કેરોસીન?

પતિ-પત્ની ઝઘડી રહ્યાં હતા.
પતિઃ તને કહું છું કે મારી અંદરના જાનવરને જગાડ નહીં...
પત્નીઃ ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે!!!

ભૂરોઃડોક્ટર મારું વજન ક્યારે ઓછું થશે?
ડોક્ટરઃ તારી ગરદનને નિયમિત ડાબેથી જમણે અને જમણેથી ડાબે ફેરવવાથી વજન ઓછું થશે.
ભૂરોઃ ઓકે, પણ આવું કરવાનું ક્યારે?
ડોક્ટરઃ જ્યારે કોઈ જમવાનું પૂછે ત્યારે...

લીલીઃ વોટ આપવાની ઉંમર ૧૮ અને લગ્ની ૨૧ કેમ રાખી છે?
ભૂરોઃ બધાને ખબર છે કે દેશની જવાબદારી વહેલી ઉપાડી શકાય પણ પત્નીની નહીં

જિગોઃ ભાઈ નવું ટૂથબ્રશ આપને, મારા ટૂથબ્રશનો એક તાર તૂટી ગયો
દુકાનદારઃ એક તાર તૂટી ગયો તેમાં નવું બ્રશ ખરીદવાનું?
જિગોઃ હા, કેમ કે તે બ્રશનો છેલ્લો તાર હતો. હવે તો નવું ખરીદવું જ પડે ને!

મોડી રાત્રે પતિ-પત્ની એક પાર્ટીમાંથી
પાછા ફરી રહ્યા હતા. વચ્ચે પોલીસે તેમની કાર રોકી અને તપાસ કરવા લાગ્યા. કારના કાગળો ચેક કર્યા પછી ઈન્સ્પેક્ટરે ગાડીમાં બેઠેલી
સ્ત્રી તરફ ઈશારો કરીને પૂછ્યું, ‘આ મહિલા કોણ છે?’
પતિઃ મારી પત્ની.
ઈન્સ્પેક્ટરઃ કોઈ એવો પૂરાવો છે કે જેનાથી તમે સાબિત કરી શકો કે આ તમારી જ પત્ની છે?
પતિ બે મિનિટ તો મૂંઝાયો પછી ગાડીમાંથી ઉતરીને ઈન્સ્પેક્ટરને બાજુમાં લઈ જઈ ગયો અને કહ્યું, ‘સર, જો તમે એવું સાબિત કરી દેખાડો કે આ સ્ત્રી મારી પત્ની નથી તો હું તમને મારે બંગલો ભેટમાં આપી દેવા તૈયાર છું.

શિક્ષકઃ ભારતની સૌથી ભયાનક નદી કઈ?
ભૂરોઃ લાગણી
શિક્ષકઃ આ વળી કઈ નદી છે?
ભૂરોઃ આ એ નદી છે જેમાં ભલભલા તણાઈ જાય છે.

જિગોઃ ભૂરા તું જાતે કેમ કપડાં ધૂએ છે, ત્યારે ત્યાં તો બાઈ હતી ને.
ભૂરોઃ હા હતી પણ થોડા સમય પહેલાં અમે લગ્ન કરી લીધા.

છગનઃ સરકારી આંકડા કહે છે કે વાઘની વસ્તી ઘટી રહી છે, આપણી આવનારી પેઢી વાઘ નહીં જોઈ શકે...
મગનઃ તો એમાં આપણે શું કરીએ? આપણે પણ ક્યાં ડાયનાસોર જોયા છે? તો પણ કદી ફરિયાદ કરી છે? નહીં ને? બસ તો પછી... મૂળ મુદ્દાની વાત એ છે કે આપણા દેશમાં ૧૦૦૦ પુરુષ દીઠ માત્ર ૮૪૦ મહીલાઓ જ છે. માટે મહીલાઓ બચાવો. વાઘને તો પછીય બચાવી લેશું, પણ બાઈક પાછળ પત્નીને બેસાડવાની છે, વાઘને નહીં!
અને વળી, મહિલાઓ શું વાઘથી કાંઈ કમ છે?!

કર્મચારીઃ (ફોન પર) સર, આજે ખૂબ વરસાદ છે. શું આજે ય ઓફિસ આવવું જ પડશે?
બોસઃ તું જાતે જ નક્કી કરી લે. તારે કોની પાસે દિવસભર બેઈજ્જતી કરાવવી છે. મારાથી કે પત્નીથી?
કર્મચારીઃ ભલે સાહેબ... હું આવું છું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter