હળવે હૈયે...

હાસ્ય - જોક્સ

Wednesday 23rd October 2019 06:14 EDT
 

ભૂરોઃ રાજુ તારો બેસ્ટ ફ્રેન્ડ અને તારી ગર્લફ્રેન્ડ સાથે તળાવમાં ડૂબતા હોય તો તું કોને બચાવે?
રાજુઃ કોઈને નહીં
ભૂરોઃ કેમ?
રાજુઃ એ બંને મારી જાણ બહાર તળાવમાં પહોંચ્યા કેવી રીતે?

ઘરે બેઠો હતો ને બહાર જોરજોરથી કોઈ બોલતું હતું
‘ફક્ત ૧૦૧ રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ.’
બહાર દોડીને જોયું તો મારો હાળો પાટલા વેચતો હતો.

ટીચરઃ શેમ્પુમાં બદામ શા માટે નંખાય છે?
ભોલીઃ એટલા માટે કે વાળને યાદ રહે કે મારે ખરવાનું નથી.

ચંપાઃ હું શું કહું છું જાનુ...?
ભૂરોઃ તારે જે કહેવું હોય તે તારા પપ્પાને જઈને કહેજે. તારો ટ્રાફિકના મેમો હું ભરવાનો નથી. મોબાઇલનું રિચાર્જ હોય તો વાત અલગ છે પણ આવા પ્રેમ આપણને નહીં પોસાય.

ચંપાઃ ક્યાં જાઓ છો?
ભૂરોઃ મારા મિત્રનાં ઘરે.
ચંપાઃ તકિયો અને ચાદર લેતા જાવ સાથે.
ભૂરોઃ કેમ?
ચંપાઃ રાત્રે મોડું થાય અને હું દરવાજો ન ખોલું તો તમને ઊંઘવામાં અગવડ ન પડે એટલે.

શિક્ષકઃ સમબાહુ, વિષમબાહુ અને સમદ્વિબાહુ શું છે?
ભૂરોઃ આ ત્રણ એવા રાક્ષસો છે જેમને રામાયણમાં કામ નહોતું મળ્યું તેથી તેમના વિશે ખાસ વિગતો મળતી નથી.

ભૂરોઃ તું તણાવમાં હોય અને દબાણમાં હોય ત્યારે શું કરે છે?
જિગોઃ મંદિર જઉં છું
ભૂરોઃ વાહ, ત્યાં જઈને મેડિટેશન કરે છે?
જિગોઃ ના...
ભૂરોઃ તો શું કરે છે?
જિગોઃ મંદિર બહાર લોકોના ચંપલ પડ્યા હોય છે તેને આઘાપાછા કરી નાખું અને બધા ચંપલ મિક્સ કરી નાંખું છું.
ભૂરોઃ તેનાથી શું થાય?
જિગોઃ ખાસ કંઈ નહીં, પણ લોકોને હાંફળાફાંફળા થઇને પોતાના ચંપલ શોધતા જોઇને હું રિલેક્સ થઈ જાઉં છું.

દીકરોઃ પપ્પા, બધાં લોકો લગ્ન કરી પસ્તાય છે, તો લગ્ન શા માટે કરે છે?
પપ્પાઃ બેટા, બદામ ખાવાથી અક્કલ નથી આવતી, ઠોકર ખાવાથી આવે છે.
•જજઃ આ માણસનો શું ગુનો છે?
પોલીસઃ એણે જમરૂખની લારીમાંથી ચાર જમરૂખ ઉઠાવી લીધાં.
જજ (આરોપીને)ઃ કેમ લ્યા... તું તારી જાતને પોલીસ સમજે છે?

તમે કાયમ બહાનું બતાવી રજા લો છો. ક્યારેક સાસુ મરી જાય છે, ક્યારેક દીકરી માંદી પડે છે, તો ક્યારેક સાળાના લગ્ન માટે રજા લીધી છે. બોલો આજે શા માટે રજા જોઈએ છે?
‘સર, મારા લગ્ન છે.’

‘શેઠ, જાગો જાગો...’
શેઠ સફાળા ઊભા થઈ ગયા અને પૂછ્યું, ‘શું થયું? કેમ બૂમાબૂમ કરે છે?’
‘તમારી ઉંઘની દવા લેવાનો સમય થઈ ગયો છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter