અંતે સુરતી વેપારીઓએ એરલાઇન શરૂ કરી

Saturday 06th December 2014 05:56 EST
 

જોકે અન્ય લોકોને આ વિમાની સેવાનો લાભ પહેલી ડિસેમ્બરથી મળશે. જ્યારે ચાર્ટર સુવિધા દિવાળીથી શરૂ થશે. એરલાઇન શરૂ કરનારા ઉદ્યોગકારોમાં સવજીભાઇ ધોળકિયા, ગોવિંદભાઇ ધોળકિયા, લાલજીભાઇ પટેલ, લવજીભાઇ બાદશાહનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગકારોમાંથી એક સવજી ધોળકિયાએ તો એક દિવસ પહેલાં જ પોતાના કર્મચારીઓને ૪૯૧ કાર અને ૨૦૭ ફ્લેટ ભેટમાં આપ્યા હતા.
રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભૂજ, અમરેલી, વડોદરા તથા મુંબઈ, નાસિકને પણ આ એરલાઇનના નેટવર્ક સાથે જોડવાની યોજના છે. અત્યારે તો તેમના કાફલામાં બે નવ સીટર પ્લેન, એક ચાર સીટર પ્લેન અને એક હેલિકોપ્ટર હશે.
૨૦૦૭માં સુરતમાં વિમાની સેવા શરૂ થઇ હતી, પરંતુ અત્યાર સુધી બે ફ્લાઇટ જ ઉપલબ્ધ છે. તેમાંથી એક કંપનીએ મુંબઈ-સુરતની ફ્લાઇટ બંધ કરી છે.


comments powered by Disqus