આ જ રીતે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ પ્રજાને શુભેચ્છા પાઠવી છે. આનંદીબહેને પણ તેમના સંદેશમાં જણાવ્યું છે કે જ્યારે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે ગુજરાત દિવ્ય અને ભવ્ય બને તે માટે આપણે સૌ ખભેખભા મિલાવીને આવતા દિવસોમાં કોઈને કોઈ સંકલ્પ કરીએ. કોઈ સંકલ્પ લે કે બાળકોને કુપોષણમાંથી બહાર કાઢીશું. કોઈ સંકલ્પ કરે કે પાણીનો બગાડ નહીં કરીએ તો કોઈ સંકલ્પ લે કે કચરો, ગંદકી ગમે ત્યાં નહીં નાખીએ જો ગુજરાતને દિવ્ય અને ભવ્ય બનાવવાનું હશે તો સૌ પ્રથમ ગુજરાતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવું પડશે એવો અનુરોધ તેમણે કર્યો હતો.
