• સાવરકુંડલામાં ઈંગોરિયાનું યુદ્ધ ખેલાયું
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દર દિવાળીની ઈંગોરિયાનું યુદ્ધ ખેલાય છે. નાવલી નદી, મણીભાઈ ચોક, ગાંધી ચોક અને દેવળા ગેટનાં વિસ્તારોમાં ઈંગોરીયા-કોકડીની રમત ભાઈચારાની ભાવનાથી ખેલાઈ હતી. આ ઈંગોરિયાની રમતથી ક્યારેય કોઈ જાનહાનિ કે નુકસાન થતું નથી છતાં પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ઈંગોરિયાની મજા માણવા દીધી હતી.
