દ્વારકાધિશને ૧૪ કિલો ચાંદીના વાસણોની ભેટ

Saturday 06th December 2014 05:47 EST
 

ધનતેરસના દિવસે એક દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખીને ચાંદીના વાસણોની ભેટ મંદિરને આપી હતી. મૂળ દ્વારકાના અને જામનગરમાં વસતા એક હરિભક્તે દ્વારકાધિશ મંદિરમાં અંદાજે ૧૪ કિલોના ૫ નંગ મોટા થાળ, એક નંગ જગ તથા એક આરતીનું દાન કર્યું હતું. ચાંદીના આ વાસણોની કિંમત રૂ. સાડા પાંચ લાખ જેવી થાય છે. ઉલ્લેખનીય છે કે ઘણા ભક્તો પોતાના નામ સાથે ભેટ ધરાવતા  હોય છે.


comments powered by Disqus