રસાકસીભર્યા જંગમાં ભાજપનો આસાન વિજય થયો હતો. પ્રથમ રાઉન્ડથી જ ભાજપને સરસાઇ મળવાનું શરૂ થયું હતું જે અંતિમ ૧૯માં રાઉન્ડ સુધી ચાલુ રહ્યું હતું. લોકોએ જ્ઞાતવિાદના પરિબળને જાકારો આપી ભાજપની તરફેણમાં મતદાન કરતા કોંગ્રેસના જયંતીભાઇ કાલરિયા સામે વિજયભાઇ રૂપાણીનો ૨૩,૭૪૦ મતથી ભવ્ય વિજય થયો હતો. વજુભાઇ વાળાને કર્ણાટકના ગવર્નર બનાવતા ખાલી પડેલી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી ગત ૧૫ ઓક્ટોબરે યોજાઇ હતી.