મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ નાદુરસ્ત તબીયતને કારણે આવ્યા ન હતાં. રિવોલ્વિંગ હાઇડ્રોલિંક પ્લેટફોર્મ દ્વારા કન્યાઓએ લગ્નમંડપમાં પ્રવેશ કર્યો ત્યારે અલગ જ લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. શહેરમાં સામાજિક સેવાક્ષેત્રે સંકળાયેલ પી. પી. સવાણી ગ્રૂપનાં ત્રણ સ્થાપકો છે. જેમાં વલ્લભભાઇ સવાણી, મહેશભાઇ સવાણી અને રાજુભાઇ સવાણી છે, જેમાં તમામ સેવાકીય કાર્યનું સંચાલન મહેશભાઇ કરે છે. આ ગ્રૂપ શહેરમાં સ્કુલ, હોસ્પિટલ વગેરે સંસ્થા ધરાવે છે. તેમનું સપનું છે કે તેઓ ૧૦૦૧ દીકરીઓનાં પાલક પિતા બને. તેઓ અત્યાર સુધીમાં આ સમૂહલગ્ન મળીને પિતા વિહોણી કુલ ૨૫૧ કન્યાના પાલક પિતા બન્યા છે.