મોહનભાઇ કોટેચાનું અધૂરું કાર્ય પૂર્ણ થયુંઃ

Saturday 06th December 2014 06:12 EST
 

તેમના અધૂરા કાર્યને આગળ ધપાવવાનું બીડું ઝડપીને છાયાના ગુરુકૂળમાં સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન સંપન્ન થતાં ૧૨ હિન્દુ અને ત્રણ મુસ્લિમ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.  સ્વ. મોહનભાઈના આત્માની શાંતિ માટે ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા સહિત અનેક જાણીતા અગ્રણીઓએ  સ્વ. મોહનભાઈને અંજલિ અર્પણ કરી હતી.

• દ્વારકાધીશને સોના-ચાંદીનાં છતર અર્પણ કર્યાઃ

દ્વારકામાં  ભગવાન દ્વારકાધીશને એક ભક્તે સોના-ચાંદીના છતર અર્પણ કર્યા છે.  દિલ્હીના નિવાસી એસ. કે. શર્મા પરિવારે જગતમંદિરમાં ભગવાનને ૪૦ ગ્રામ સોનાનું એક છતર તથા ૨૨૫ ગ્રામ વજનના ચાંદીના છતર ૬ નંગ અર્પણ કર્યા છે.

 

 • સરદારને બચાવનાર બચુભાઇ ભુલાયા

ભાવનગરઃ સરદાર વલ્લભાઇ પટેલને તેમની જન્મજયંતી નિમિત્તે બધા યાદ કરે છે, પરંતુ સરદાર પટેલ ભાવનગર આવ્યા ત્યારે તેમના પર થયેલા હુમલામાં તેમનો જીવ બચાવીને પોતાનું બલિદાન આપનાર ભાવનગરના બચુભાઈ પટેલને બહુ ઓછા યાદ કરે છે. ૧૪-૧૫ મે, ૧૯૩૯ના રોજ પ્રજા પરિષદનું પાંચમું અધિવેશન સરદાર પટેલની અધ્યક્ષતામાં ભાવનગરમાં યોજાયું હતું. ૧૪મીએ સવારે સરદાર સાહેબ વિમાનમાં આવ્યા બાદ સરઘસ આકારે સભા સ્થળે જતા હતા ત્યારે દાણાપીઠમાં હજારો લોકો ટોળે વળ્યા હતા. સરઘસ આગળ વધતું હતું ત્યારે સરદાર પર તોફાની ટોળાએ હુમલો કર્યો હતો પરંતુ સરદાર પર કરાયેલ હુમલો પોતાના પ્રાણના ભોગે પણ બચુભાઈએ ઝીલ્યો હતો ત્યાર બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરદારની મોટર ફરતે કોર્ડન કરી લીધી. અનેક ગૂંડા હથિયાર લઇને સરઘસ ઉપર તુટી પડયા હતા. સરદારનું રક્ષણ કરતા બચુભાઇ પટેલના પેટમાં છરો ઘુસી ગયો અને તેઓ શહીદ થયા. આજે પણ ખારગેટ પર બચુભાઇની અર્ધપ્રતિમા છે. તેમની સ્મશાન યાત્રામાં ખુદ સરદાર પટેલ પણ જોડાયા હતા.

 

• લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ

જૂનાગઢઃ જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો અગિયારસ-દેવદિવાળી નિમિત્તે મધ્યરાત્રિના પરંપરાગત રીતે પ્રારંભ થયો હતો. પરંતુ યાત્રા શરૂ થાય એ પૂર્વે ૩ નવેમ્બરે ત્રણેક લાખ યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરી પરત ભવનાથ પહોંચ્યા હતા અને સાંજ સુધીમાં પાંચ લાખ લોકોએ નળ પાણીની ઘોડી વટાવી લીધી હતી. જ્યારે પરિક્રમાના રૂટ પર મોડીરાત સુધી લોકોનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો. સરકારી તંત્ર અને પોલીસ દ્વારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.


comments powered by Disqus