આ અંગે સત્તાવાર માહિતી આપતાં પ્રવક્તા પ્રધાન નીતિન પટેલ અને સૌરભ પટેલે જણાવ્યું હતું કે ભારત ખાતેના અમેરિકાના રાજદૂત કેથલિન સ્ટિફન્સે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને પત્ર પાઠવીને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૧૫માં સહભાગી બનવાના ગુજરાત સરકારના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. અમેરિકા ગુજરાત સાથે ઔદ્યોગિક રોકાણો અને શિક્ષણના ક્ષેત્રે સહભાગી થયેલું છે.
હવે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના મેન્યુફેક્ચરિંગ એક્સ્ટેશન પાર્ટનરશીપ કાર્યક્રમ હેઠળ અમેરિકામાં અભ્યાસ-સંશોધન અંગે ખાનગી ક્ષેત્રે લેબર વર્કફોર્સ અને સ્કિલ ડેવલપમેન્ટ નિર્માણના નવા આયામોમાં જોડવામાં આવશે.
