સરદાર પટેલ જ્યારે બોરસદમાં વકીલાત કરતા હતા તે સ્થળે તેમની ધારદાર દલીલોથી અંગ્રેજ ન્યાયાધીશ પણ મુંઝાઈ જતા હતા. સરદાર પટેલથી છુટકારો મેળવવા બોરસદની કોર્ટને બદલીને ગોધરા ખસેડવામાં આવી હતી. આ ઘટના સામે સરદાર પટેલે ગોધરા પહોંચીને લડત ચલાવી હતી આખરે બોરસદમાં પુન: કોર્ટ શરૂ કરાઈ હતી. આ સ્થળની ગરિમા પુનઃ સ્થપાય તેવી માગણી સ્થાનિક રહીશો કરી રહ્યા છે.
