દિલ્હીમાં એકતા દિવસની આ દોડમાં મોદી સહિત આશરે ૧૫ હજાર જેટલા લોકો દોડયા હતા. મોદીએ આ કાર્યક્રમમાં જણાવ્યું કે, ‘સરદાર પટેલ ખેડૂતોને સાથે લઈને ગાંધી સાથે જોડાયા હતા. તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ગાંધી તેમના વગર અધૂરા હતા. ગાંધી અને પટેલની જોડી અદ્ભુત હતી. જેણે સ્વતંત્રતા આંદોલનને મજબૂતી આપી હતી.’
આ નિમિત્તે આયોજિત દોડમાં ભાગ લેવા માટે નાણા પ્રધાન અરુણ જેટલી, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ઉપરાજ્યપાલ નજીબ જંગ પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત દોડમાં ક્રિકેટર ગૌતમ ગંભીર અને પહેલવાન યોગેશ્વર દત્ત તથા બોક્સર વિજેન્દ્રસિંહ પણ હાજર રહ્યાં હતાં.