યુવરાજની લંબાઈ ૧૪ ફૂટ છે જ્યારે ઊંચાઈ ૫ ફૂટ ૯ ઈંચ છે. યુવરાજને દરરોજ ૨૦ લીટર દૂધ ઉપરાંત પાંચ કિલો સફરજન અને ૧૫ કિલો સારી ગુણવત્તાવાળો પશુ આહાર આપવામાં આવે છે. યુવરાજને દરરોજ ૪ કિલોમીટર ચલાવવામાં આવે છે. દર મહિને સારસંભાળ પાછળ ૨૫ હજારનો ખર્ચ થાય છે.
પટેલ કૃષિ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક રવિન્દ્ર સાંગવાને જણાવ્યું હતું કે યુવરાજ મુર્રાહ વંશનો પાડો છે. તેની પ્રજનન કરવાની ક્ષમતા પણ અદભૂત છે. તેના વીર્યની કિંમત પણ ખૂબ વધારે છે. બજાર ભાવથી ફક્ત તેનું વીર્ય વેચવામાં આવે તો એક ખેડૂત બે લાખ રૂપિયાથી વધુ કમાઈ શકે છે. આ વિશ્વનો સૌથી સારો મુર્રાહ વંશનો પાડો છે, જે હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. યુવરાજને કેટલ શોમાં બેસ્ટ કેટલનું ઈનામ આપનાર ટીમમાં સામેલ રહેલા રાજવીર સિંહે જણાવ્યું હતું કે યુવરાજે દરેક ક્ષેત્રમાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે.