ગાંધીનગર મતક્ષેત્રના કાર્યકરોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વભરમાં છવાઈ ગયા છે. થલતેજ વિસ્તારમાં આયોજિત ગાંધીનગર લોકસભા મત વિસ્તારના કાર્યકરોના સંમેલનને સંબોધતાં અડવાણીએ વધુમાં જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં પક્ષે જવાબદારી સોંપી જેને તેમણે બખૂબી નિભાવી અને ભાજપને સંપૂર્ણ બહુમત અપાવ્યો. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તેનો મને ખુશી, ગર્વ અને આનંદ છે. આપણે જોયેલું સ્વપ્ન સાર્થક થઈ રહ્યું છે.