એક તબક્કે તો લોકોએ રાસના સ્ટેજથી પાછળ હટીને અંતર પણ બનાવી લીધું હતું.
શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ગરબી મંડળ દ્વારા જીવતા નાગ સાથે ગયા વર્ષો પણ રાસ કરવામાં આવ્યો હતો અને ત્યારે પોલીસે આ પ્રકારનો રાસ રમવાની મનાઈ ફરમાવી હતી. એ પછી પણ આ વર્ષે આ નવરાત્રિમાં રાસ રજૂ થયો હતો. ગયા વર્ષે તો રાસમાં તમામ બાળાઓને હાથમાં નાગ આપવામાં આવ્યો હતો. જ્યારે આ વખતે રાસ દરમ્યાન જોગમાયા બનેલી એક જ બાળાના હાથમાં નાગ હતો, જ્યારે બાકીની બાળાઓએ તલવાર સાથે આ રાસમાં સાથ પુરાવ્યો હતો.
ગરબા મંડળના આયોજક રઘુરામભાઈ બોળિયાએ કહ્યું હતું કે, ‘અમે આ રાસ આસ્થા સાથે રજૂ કર્યો છે અને જે બાળાએ નાગ હાથમાં લીધો હતો એ બાળાને પૂરી પ્રેક્ટિસ કરાવ્યા પછી જ અમે રાસ રજૂ કર્યો છે.’