પહેલાં ૨૦ કલાકમાં સોશિયલ નેટવર્ક કંપની ફેસબુક છવાયેલી રહી. તેણે બોનસ સહિત અમેરિકામાં પોસ્ટિંગ માટે વાર્ષિક રૂ. ૧.૫૫ કરોડની ઓફર આપી છે. અત્યારના વર્ષોમાં કદાચ આ અત્યાર સુધીનો સૌથી મોટી ઓફર કહી શકાય. ફેસબુકે સોફ્ટવેર એન્જિનિયર પ્રોફાઇલ માટે આઇઆઇટી ખડગપુરના ૩ વિદ્યાર્થીઓને ઓફર આપી છે. આઇઆઇટી મુંબઇના વિદ્યાર્થીઓને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓફર્સ મળી છે. આઇઆઇટીના તમામ કેમ્પસમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઇન્ટરનેશનલ ઓફર્સ વધુ મળી છે. ઉદાહરણ તરીકે, ઓરેકલ ઇન્ટરનેશનલ પોસ્ટિંગ માટે આ વર્ષે ૧૫ વિદ્યાર્થીઓને બોલાવી રહી છે.