સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં અપૂરતા વરસાદના લીધે સર્જાયેલી પીવાના પાણીની સમસ્યા, ઘાસચારો અને કૃષિપાકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છના સૌથી અસરગ્રસ્ત થયેલા ૩૫૩ ગામોને અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ માટે ખરીફ-૧ના કૃષિપાકોની આનાવારી હાથ ધરાઇ હતી, જેમાં ૭૯ ગામમાં સંપૂર્ણ અછતની સ્થિતિ જણાઇ હતી. જ્યારે ૨૭૪ ગામમાં અર્ધઅછતની સ્થિતિ જણાઇ હતી. આમ આ તમામ ગામોને અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
આ સ્થિતિ જાહેર થતા જ આનુષાંગિક અછત રાહતના પગલાં જેમાં નાના ખેડૂતો અને ગરીબ માલધારીઓને પશુદીઠ દૈનિક ચાર કિલોગ્રામ ઘાસ બે રૂપિયે કિલોના ભાવે મળશે.