ચંગુના હાથમાં સુંદર ઘડિયાળ જોઈને મિત્રે પૂછ્યુંઃ ઘડિયાળ કેટલામાં લીધું?
મંગુઃ એ તો ખબર નથી. કારણ કે જ્યારે ઘડિયાળની દુકાનમાં ગયો અને ઘડિયાળ લીધી ત્યારે દુકાનદાર હાજર નહોતો.
•
વકીલ ચમને પોતાના ક્લાયન્ટ જોડે ડબલ ફી માંગી એટલે તેણે પૂછ્યુંઃ તમે ડબલ ફી કેમ માંગો છો?
ચમનઃ એમ છે તમારો જે કોર્ટમાં કેસ ચાલે છે તે ન્યાયાધીશ મારા સસરા છે.
•
માત્ર બે સેકન્ડમાં આપણને આપણા બધા જ કરેલા પાપ યાદ આવી જાય છે જ્યારે ઘર પહોંચતાં જ પપ્પા આપણને કહેઃ ‘બેસ, તારી જોડે થોડી વાત કરવાની છે.’
•
બાંકેને પગમાં વાગ્યું એટલે હોસ્પિટલમાં ગયો.
નર્સઃ અરે તમારામાં પગમાં તો દસ ટાંકા લેવા જ પડશે.
બાંકેઃ કેટલો ખર્ચ થશે?
નર્સઃ ચાર હજાર રૂપિયા તો થશે જ.
બાંકેઃ મેડમ, ટાંકા લેવાના છે કે એમ્બ્રોડરી કરવાની છે!
•
પપ્પુઃ ચોપરા અંકલ, તમે ચેમિસ્ટ છો ને?
ચોપરા અંકલઃ હા, બેટા પણ ચેમિસ્ટ નહીં, કેમિસ્ટ કહેવાય!
પપ્પુઃ સારું સારું, થેન્કયુ હોં કોપરા અંકલ!
•
ચિંટુ ચાર મીટર લાંબી પાઈપમાં સિગારેટ ભરાવીને પીતો હતો.
દોસ્તે આવીને પૂછ્યુંઃ આટલી લાંબી પાઈપમાં સિગારેટ કેમ પીવે છે?
ચિંટુઃ એમાં એવું છે ને કે ડોક્ટરે મને તમાકુથી દૂર રહેવાનું કહ્યું છે.
•
અપરાધીએ વકીલને કહ્યુંઃ એવું કરજો કે મને જનમટીપ મળે, મોતની સજા ન મળે.
વકીલઃ તું ચિંતા ના કર. ચુકાદો તારા પક્ષમાં જ આવશે.
ચુકાદા પછી....
અપરાધીઃ શું થયું?
વકીલઃ અરે યાર, બહુ મુશ્કેલીથી જનમટીપની સજા મળી છે, નહીંતર જજ તો તને છોડી જ દેવાના હતા.
•
ટિકીટ ચેકરે સંતાને કહ્યુંઃ તમારી ટિકીટ બતાવો.
સંતાઃ લો આ રહી.
ટિકીટ ચેકરઃ અરે આ શું આ તો કવર પર લગાડવાની ટિકીટ છે.
સંતાઃ તો શું થયું? જ્યારે આ કવર આ ટિકીટના લીધે આખી દુનિયામાં ફરી શકે છે તો શું હું આ ટિકીટથી આખું શહેર ના ફરી શકું?!
•
હિસાબનીશની નોકરી માટે યુવાન ઉમેદવારને પૂછવામાં આવ્યુંઃ ‘બે અને બે કેટલા થાય?’
હિસાબનીશઃ તમારે કેટલા કરવા છે?
અને તેને નોકરી મળી ગઈ.
•
પત્નીઃ કદાચ કોઈ હેન્ડસમ છોકરો મને ભગાડી જતો હોય તો તમે શું કરો?
પતિઃ હું એને ખુશીથી કહીશ, ભગાડીને લઈ જવાની જરૂર નથી. શાંતિથી લઈ જા.
•
ચંપાઃ આજે આપણાં લગ્નની રજતજયંતી છે. કેવી રીતે ઊજવીશું?
ચંગુઃ બે મિનિટનું મૌન પાળવાનું ઠીક રહેશે નહીં.?