• સોમનાથમાં ધીરુભાઇ અંબાણી અતિથિગૃહનું લોકાર્પણઃ

Thursday 11th December 2014 06:19 EST
 

• રાજકોટમાં દંપતી સજોડે અનંતયાત્રાએ..ઃ ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’ આ કહેવત મુજબની જ એક દુઃખદ ઘટના ગત સપ્તાહે રાજકોટમાં બની હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ગિરિશ ભીમાણીના માતા-પિતા સવિતાબેન અને છગનભાઈ ભીમાણીના માત્ર એક લાકના સમયગાળામાં હાર્ટએટેકથી અવસાન થયા હતા. ગણતરીની મિનિટોમાં જ માતા-પિતા બન્ને સ્વર્ગે સિધાવતા ભીમાણી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.  બંનેની સ્મશાનયાત્રા સાથે નીકળી હતી. છગનભાઈ કાનજીભાઈનું હાર્ટએટેકથી અવસાનથી થઈ ચૂક્યું હતું. ડો. ભીમાણીના માતા સવિતાબહેનને આ વાતની જાણ ન થાય તેની કાળજી રાખવા અન્ય પરિવારજનોને જણાવ્યું હતું. જો કે, તેમને નિદ્રામાંથી જગાડતા તેઓ પણ બેભાન હાલતમાં હતા. ફરી, ડોક્ટરને બોલાવાયા હતા. નિદાન કરતાં તેમનું મૃત્યુ એક કલાક પહેલા હાર્ટએટેકથી થયાનું તબીબોએ જણાવ્યું હતું. આમ, છગનભાઈના અવસાન પહેલા તેમના પત્ની સવિતાબહેનનું નિધન થયું હતું.
• રાજકોટમાં ૨૭ જ્ઞાતિના ૯૪ સર્વધર્મ સમૂહલગ્નઃ રાજકોટના કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા ૭ ડિસેમ્બરે સર્વધર્મ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. તેમાં હિન્દુ-મુસ્લિમ સમાજની જુદી-જુદી ૨૭ જ્ઞાતિઓના ૯૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. આવું ભવ્ય આયોજન કરવા બદલ વિવિધ સમાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું સન્માન કર્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના ઊર્જામંત્રી ગોવિંદભાઈ પટેલ, ભાજપના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
• ગાયો કપાસ પાસે ચરાવી દેવાતા પોલીસ ફરિયાદઃ કપાસનાં પોષણક્ષમ ભાવો માટે રાજ્યમાં ખેડૂતો તલસી રહ્યા છે ત્યારે ગોંડલનાં ભરવાડ શખસ દ્વારા બે પટેલ ખેડૂતનાં ૪૦ વિઘા ખેતરમાં ઊભા કપાસનાં પાકમાં ગાયો ચરવા મુકી દેવાતા તેમને અંદાજે દોઢ લાખ રૂપિયાનું નુકસાન જતાં પોલીસમાં ફરિયાદ થઈ છે. બીજી તરફ ભરવાડ શખસે ખેડૂતોને હત્યાની ધમકી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

• જામનગરની બાંધણીને પેટર્ન મળીઃ જામનગરની બાંધણીને પેટર્ન મળીઃ જામનગર શહેરની વિશ્વવિખ્યાત બાંધણીને જીયોલોજિકલ આઈડેન્ટિફિકશન પેટન્ટ મળતાં બાંધણી ઉદ્યોગમાં લાંબી પ્રક્રિયા બાદ ખુશી વ્યાપી છે. પ્રાચીન કાળમાં રાજા-મહારાજા માટે બનતી બાંધણી કળા તરીકે વિક્સી હતી, પછી લોકશાહી આવતા તેનું ઉદ્યોગ સ્વરૂપે વિસ્તરણ થયું હતું. વર્ષ ૨૦૦૮માં બાંધણીનું એસોસિએશન બન્યા બાદ તેને પેટન્ટ કરાવવાની કવાયત શરૂ કરવામાં આવી જે આ વર્ષે સફળ થઈ છે. હવે જામનગરમાં ઉત્પાદન થતી બાંધણી સિવાય કોઈ જામનગરની બાંધણીના લેબલનો ઉપયોગ કરી શકશે નહીં.


comments powered by Disqus