દિલ્હીમાં સરકાર બનાવવા ભાજપની ધારાસભ્યને ચાર કરોડની ઓફર?

Saturday 13th December 2014 05:49 EST
 
 

આવા સંજોગોમાં ‘આપ’ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે અને દાવો કર્યો છે કે ભાજપના નેતા ‘આપ’ના નેતાને વિશ્વાસ મત આપવા બદલ લાંચ આપતા સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઇ ગયા છે. આ વીડિયોમાં ‘આપ’ના ધારાસભ્ય દિનેશ મોહનિયા અને કાર્યકર્તા વિવેક યાદવને ભાજપના દિલ્હીના ઉપાધ્યક્ષ શેરસિંહ ડાગર અને રઘુવીર દહિયા રૂ. ચાર કરોડની લાંચ આપી રહેલા ઝડપાઇ ગયા હોવાનો દાવો કર્યો છે. વીડિયો ગત ૭ તારીખનો છે, જેમાં આ ચારેય નેતા વચ્ચેની વાતચીતને રેકોર્ડ કરી લેવાઈ છે.
‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આ વીડીયો અમે સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચને પણ આપીશું અને ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરીશું. સ્ટિંગમાં ઝડપાયેલા ભાજપી નેતા શેરસિંહે દાવો કર્યો હતો કે, ‘મને ફસાવવામાં આવ્યો છે, આરોપો સાબિત થશે તો હું રાજનીતિ છોડી દઇશ.’


comments powered by Disqus