નિયમ વિનાની અને બેઠાડું જીવનશૈલી પણ ડાયાબિટીસની વધતી બીમારી માટે જવાબદાર છે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની બાબતમાં દિલ્હી અને મુંબઈ પછી અમદાવાદ ત્રીજા ક્રમે આવે છે. વિશ્વમાં ડાયાબિટીસને કારણે મૃત્યુ પામનારઓની સંખ્યાની દૃષ્ટિએ વિચારીએ તો ડાયાબિટીસ વિશ્વનો ચોથા ક્રમનો સૌથી વધુ જીવલેણ રોગ છે.