બે દિવસ પછીથી યુવાન પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, બે દિવસમાં અમારો ઓફિસર તમારી લોટરીની રકમ લઈને દિલ્હી આવી સંપર્ક કરશે. બે દિવસ બાદથી દિલ્હીના કોઈ નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું હતું કે, મારે પાર્સલ છોડાવવા રૂ. ૨૫ હજાર ભરવાના છે, પરંતુ મારી પાસે ભારતીય ચલણમાં નાણાં નથી તેથી તમે ખાતામાં નાણાં જમા કરાવો.
સંજય પ્રજાપતિએ અજાણી વ્યક્તિએ આપેલા બેંક એકાઉન્ટમાં રૂ. ૨૫ હજાર જમા કરાવ્યા હતા. તે પછી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા તથા એન્ટિટેરિઝમ ફંડના નામે જુદા જુદા સમયે કુલ રૂ. ૮ લાખની રકમ જમા કરાવી હતી.
અજાણી વ્યક્તિએ ફરીથી ફોન કરીને લોટરીની રકમ તમારા એકાઉન્ટમાં જમા થયાનું કહેતા સંજયભાઈએ તપાસ કરી હતી પરંતુ બેંક ખાતામાં રકમ જમા નહીં થઈ હોવાથી પોતે છેતરાયાનું માલૂમ પડતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને ઠગાઈ આચરનારા શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
