ગત સપ્તાહે ટ્રસ્ટીમંડળે વિદ્યાપીઠના ૧૫મા કુલનાયક તરીકે રાજકોટ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી અને મેડિસિન વિભાગના પ્રાધ્યાપક ડો. અનામિક કાંતિલાલ શાહની પસંદગી કરી છે. કુલનાયકની પસંદગી માટે શોધ સમિતિએ ડો. શાહ સહિત ત્રણ નામ ટ્રસ્ટીમંડળને આપ્યાં હતાં. હવે, ડો. શાહ ડિસેમ્બરમાં આ પદ સંભાળશે.