ચિંટુ એના પપ્પા પાસે જઈને બોલ્યોઃ આજે સવારે સ્કૂલમાં એક નાનો પ્રોબ્લેમ હતો, પણ તમે ચિંતા ના કરશો. મેં એને સોલ્વ કરી દીધો છે.
પપ્પાઃ શું પ્રોબ્લેમ હતો, બેટા?
ચિંટુઃ હવે જવા દોને વાત પપ્પા. હવે કાયમી ધોરણે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો છે. લો તમારી રિવોલ્વર પાછી મુકી દો.
•
યમરાજના કહેવા પ્રમાણે ચિત્રગુપ્તે એક એવું મશીન બનાવ્યું જે માણસ જૂઠ્ઠું બોલે તો ઘંટડી વાગવા માંડે.
સાંજ થતાં જ થોડી થોડી વારે ઘંટડી વાગવા લાગી, અને રાતે તો અવાજ ડબલ થઈ ગયો.
યમરાજ અકળાઈને બોલ્યાઃ અરે આ અવાજ ડબલ કેમ થઈ ગયો?
ચિત્રગુપ્તઃ પ્રભુ, બધા પતિદેવો પોતપોતાના કામેથી ઘરે પાછા ફર્યા છે અને આખા દિવસમાં શું કર્યું તેની વાત પોતાની પત્નીઓને કરી રહ્યા છે.
•
આ વખતે સંતાએ ફિઝીક્સનું ચિત્ર બદલી નાંખ્યું. એક સવાલના જવાબ પર બધા વૈજ્ઞાનિકો ચુપ થઈ ગયા.
સવાલઃ કયું લિક્વિડ ગરમ કરવાથી સોલીડ રૂપમાં આવી જાય છે?
સંતાનો જવાબ હતોઃ ચણાના લોટમાં બનાવેલા ભજિયાં.
•
સંતા એક દિવસ ઘરની લાઈટ રિપેર કરતો હતો. તેણે વાઈફને બૂમ પાડી, ‘અરે જરા અહીં આવ તો’
વાઈફઃ શું છે?
સંતાઃ આ બે વાયર છે, એમાંથી એકને જરાક પકડ તો...
વાઈફઃ કેમ?
સંતાઃ અરે પકડ તો ખરી...
વાઈફઃ લો, પકડી લીધો એક વાયર.
સંતાઃ કંઈ થયું તને?
વાઈફઃ ના, કંઈ ના થયું.
સંતાઃ સારું... સારું. એનો મતલબ એમ કે કરંટ બીજા વાયરમાં છે.
•
ચંગુ મિત્રો સાથે હોટેલમાં ગયો. જમીને પરવાર્યા બાદ કેટલીક સ્ટેનલેસ સ્ટીલની ચમચીને ધોવા માટે નળ પર ગયો. મિત્રે પૂછ્યુંઃ ‘શું આ કામ આપણું છે?’ ‘ના, એ કામ હોટેલના છોકરાનું છે... પણ મારું ગજવું ખરાબ ન થાય એટલે ધોઉં છું.’ ચંગુએ ખુલાસો કર્યો.
•
પત્ની (પતિને)ઃ તમે બહુ જ ભોળા છે. તમને કોઈ પણ સહેલાઈથી ફસાવી શકે તેમ છે.
પતિ ધીમેથી બોલ્યોઃ સાચી વાત છે, શરૂઆત તારા પપ્પાએ કરી હતી.
•
એક દિવસ ચિત્રગુપ્તે બ્રહ્માજીને કહ્યુંઃ પ્રભુ, આ કડવા ચોથનું વ્રત કરવાથી આવતા સાત જન્મ સુધી એકનો એક પતિ મળે તે યોજના બંધ કરી દો તો સારું.
બ્રહ્માજીઃ કેમ?
ચિત્રગુપ્તઃ પ્રભુ, મેનેજ કરવું બહુ મુશ્કેલ પડે છે. સ્ત્રીઓ સાત જન્મ માટે એક જ પતિ માંગે છે, જ્યારે પુરુષ દરેક વખતે બીજી સ્ત્રી માંગે છે. પાછળથી મેનેજ કરવામાં મુશ્કેલી પડે છે.
•
ચંપક સાંજે ઘરે આવ્યો ત્યારે ચંપા પાછી ફરી નહોતી. અડધો કલાક પછી ચંપા પાછી ફરી એટલે ચંપક થોડો અકળાયેલો હતો.
ચંપકઃ ક્યાં ગઈ હતી?
ચંપાઃ બ્લડ ડોનેટ કરવા માટે.
ચંપકઃ મારું લોહી પીતી હતી ત્યાં સુધી તો ઠીક હતું, હવે એને વેચવા પણ માંડી?