અમદાવાદ સહિત રાજ્યના લોકો યુરોપ, અમેરિકા અને ગલ્ફના દેશોમાં વિવિધ સ્થળોએ પહોંચી શકે તે માટે અમદાવાદથી અબુધાબીની સીધી ફ્લાઈટ શરૂ કરવા તેમ જ ગુજરાતમાં યોજાતા રણોત્સવ સહિત રણની મુલાકાતે આવતા પ્રવાસીઓ સીધા ભૂજ પહોંચી શકે તે માટે દિલ્હીથી ભૂજની સીધી ફ્લાઇટ શરૂ થઈ રહી છે. ૧૪ નવેમ્બરથી દરરોજ રાત્રે ૮.૦૦ કલાકે અમદાવાદથી ફ્લાઈટ ઉપડી રાત્રે ૧૦ કલાકે અબુધાબી પહોંચશે. જ્યારે અબુધાબીથી આ ફ્લાઇટ બપોરે ૩.૦૦ કલાકે ઉપડી સાંજે અમદાવાદ પહોંચશે.
