ગોંડલમાં ૧૦૮ વર્ષનાં વૃદ્ધાની અંતિમયાત્રા વાજતે ગાજતે નીકળી

Saturday 06th December 2014 05:55 EST
 

વૃદ્ધાનું નિધન થતાં પરિવારમાં ગમગીની તો હતી જ, પરંતુ જડાવબહેને પરિવારની પાંચ-પાંચ પેઢીની લીલીવાડી જોઇ હોવાથી તેમના પુત્રો અને પરિવારજનોએ માતાને અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પવા માટે તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવાનો નિર્ણય કર્યો હતો.
સદ્ગતની અંતિમયાત્રામાં અબીલ-ગુલાલની છોળો ઉડાડી ઢોલ-મંજિરાની રમઝટ વચ્ચે ધૂન-ભજન સાથે સ્મશાન પહોંચી હતી. એટલું જ નહીં પાડોશીઓએ ઘરનાં આંગણે સાથિયાની રંગોળી કરી જડાવબેનને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.


comments powered by Disqus