પ્રખ્યાત નાયગ્રા ધોધ જોવા ગયેલી બે ડઝન ભારતીય મહિલાઓને ગાઇડ માહિતી આપી
રહ્યો છે.
'બહેનો, નાયગ્રા ધોધ આગળ આપનું સ્વાગત છે. આ દુનિયાનો સૌથી વિશાળ ધોધ છે જેનો અવાજ એટલો પ્રચંડ છે કે એકસામટાં વીસ સુપરસોનિક વિમાનો જો ઉપરથી પસાર થાય તો તેનો અવાજ પણ દબાઇ જાય...
હવે હું ભારતીય મહિલાઓને વિનંતી કરું છું કે બે-પાંચ મિનિટ વાતો કરવાનું બંધ કરે, જેથી, આપણે સૌ નાયગ્રા ધોધનો અવાજ સાંભળી શકીએ.’
•
શર્માજીએ નવી ગાડી લીધી. પાછળ લખાવડાવ્યુંઃ 'સાવન કો આને દો'
પાછળથી એક ટ્રકે આવીને ગાડીને ટક્કર મારી દીધી.
ટ્રક પર લખ્યું હતુંઃ 'આયા સાવન ઝૂમ કે..''
•
કેટલાક લોકોનું માનવું છે કે ઇરાક જાણી જોઇને પોતાના શહેરો પર હુમલા કરાવી રહ્યું છે....
જેથી દુનિયાને જાણ થાય કે ઇરાકમાં 'શહેરો' પણ છે!
•
વીતેલા ઉનાળામાં ગરમીનો રેકોર્ડ થયો. ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોંગ્રેસના સાંસદો કરતાં 'ટેમ્પરેચર'નો આંકડો વધારે રહ્યો!
•
ભિખારીઃ સાહેબ, મને દસ રૂપિયા આપો.
સાહેબઃ નથી ભાઈ! માફ કર!
ભિખારીઃ તો ચા માટે પાંચ રૂપિયા આપી દો.
સાહેબઃ મારી પાસે પાંચ રૂપિયા તો શું પણ એક રૂપિયાએ નથી સમજ્યો?
ભિખારીઃ તો સાહેબ, આ મારો ખાલી વાટકો તમે લઈ જાવ. તમને એની વધારે જરૂરત છે.
•
પપ્પાઃ બેટા, રોજ એક જ જગ્યાએ જવાથી કે વગર બોલાવ્યે જવાથી આપણી આબરૂ ઘટે છે, સમજ્યો?
બેટાઃ તો! હું આજથી નિશાળે નહીં જવું બસ?
•
પોતાની પાંચમી એનિવર્સરી પર ખુશ થઈને ચંગુ ચંપા માટે એક ગાડી લઈને આવ્યો. ખૂબ ખુશ થઈને તેણે ઘરની અંદર જઈને ચંપાને સરપ્રાઇઝ આપવાનું વિચાર્યું.
ચંગુઃ ડાર્લિંગ, છેલ્લા ઘણા સમયથી તને જેની ઈચ્છા હતી તે સપનું આજે થઈ ગયું છે. જલદી બહાર આવ.
ચંપાઃ (રડતાં રડતાં બહાર આવી અને બોલી) સાસુમા, તમે આમ અમને છોડીને કેવી રીતે જઈ શકો છો?
•
એક અખબારમાં જાહેરખબર હતી - જૂનો ફોન આપો અને નવો લો.
મહાકંજૂસ મોંઘાલાલ આ જાહેરખબર વાંચી એમાં આપેલા સરનામે ગયા તો ત્યાં ત્રણ યુવકો હાજર હતા. મોબાઈલ ફોનની દુકાન જેવું તો તેમને કંઈ લાગ્યું નહીં એટલે તેમણે ત્યાં જઈને વાત કરી.
મોંઘાલાલઃ ભાઈ, તમે અખબરમાં જાહેરખબર આપી હતી કે જૂનો મોબાઈલ આપો અને નવો લઈ જાઓ. મારે મારો મોબાઈલ આપવો છે.
આટલું સાંભળી સમે ઊભેલા ત્રણ યુવાનોમાંથી પહેલા યુવાને મોંઘાલાલને તરત જ દુકાનની અંદર ખેંચી લીધા અને દરવાજો બંધ કરી દીધો. બીજા બે તેમના પેટમાં ચાકુ નાખીને બોલ્યાઃ ચૂપચાપ તારો મોબાઈલ અહીં મૂક અને ચાલતી પકડ.
મોંઘાલાલઃ (ડરતાં ડરતાં) અરે ભાઈ, પણ જાહેરખબરનું શું?
યુવાનઃ હા, એ જાહેરખબર પ્રમાણે તારો જૂનો ફોન અહીં મૂક અને બહાર દુકાનમાં જઈને નવો ફોન લઈ લે.