દેશનું રોલ મોડેલ બનવા જઈ રહેલા આ ગામમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટી, એરકન્ડિશન્ડ પ્રાથમિક શાળા, સીસીટીવી કેમેરા સહિત અનેકવિધ આધુનિક સગવડો લોકભાગીદારીથી ઊભી કરાઈ છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી આ ગામ તેમનું ડ્રીમ વિલેજ રહ્યું છે. અને ૨૦૧૧માં દેશના શ્રેષ્ઠ ગામનો એવોર્ડ પણ મેળવી ચૂક્યું છે. વડા પ્રધાને જાહેર કરેલી યોજનામાં પુંસરીના તમામ પેરામીટર્સ સામેલ કરાયા છે.
