વિવિધ જિલ્લા પંચાયતોની ૪ બેઠકો પૈકી કોંગ્રેસની ૩ બેઠકો આંચકી લઈ તમામ ચારેય બેઠકો પર ભગવો લહેરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની કાંકરીયા વોર્ડની બેઠક ભાજપાએ જાળવી રાખી છે તેમજ તાલુકા પંચાયતની અગાઉ ભાજપાની ૧૪ બેઠકો હતી તે આ પરિણામ બાદ વધીને ૨૨ થઈ છે. આમ ભાજપાએ કોંગ્રેસની ૭ અને ૧ અપક્ષ બેઠક એમ કુલ ૮ બેઠકો પ્રાપ્ત કરતા સ્થાનિક સ્વરાજ્યની ભાજપાની બેઠકોની સંખ્યા ૩૪ થઈ છે, જે અગાઉ ૨૬ હતી.
મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારની ડીપોઝીટ જપ્ત
થઈ છે.
હવે સૌની નજર રાજકોટ પશ્ચિમ વિધાનસભાની પેટાચૂંટણી પર છે, જ્યાં ભાજપના વિજય રૂપાણી અને કોંગ્રેસના જયંતીભાઈ કાલરિયા વચ્ચે જંગ જામ્યો છે. આ ચૂંટણીનું પરિણામ ૧૯ ઓક્ટોબરે જાહેર થશે.