મિલ્સેન્ટના સ્થાપક એવા જશભાઈ ૧૯૪૬માં ઇન્ટર સાયન્સનો અભ્યાસ વડોદરા ખાતે અધૂરો છોડી ગાંધીજીની વિચારધારાથી પ્રેરાઈને આઝાદીની લડતમાં જોડાયા હતા અને આજીવન ગાંધીવાદી રહ્યા હતા. તેઓ હંમેશા ખાદીનો પોષાક પહેરતાં. શરૂઆતમાં ઓઇલ એન્જીનના નાનાપાયે ધંધાની શરૂઆત કરીને ખૂબ જ મહેનતથી ટૂંકા સમયમાં ધંધાને મજબૂત રીતે વિકસાવ્યો હતો. અત્યારની મિલ્સેન્ટ અને માર્ક એન્જીનીયરીંગ કંપનીને પોતાની આગવી સુઝથી દેશ-વિદેશમાં પ્રખ્યાત બનાવી છે. જશભાઈ પુત્રી રમીલાબેન, પુત્રો પ્રફુલભાઈ, રોહિતભાઈ અને જીતુભાઈને વિલાપ કરતા મુકી ગયા છે.
