સિરક્રીક મુદ્દે ભારત સમાધાન નહીં કરે

Friday 12th December 2014 09:36 EST
 
 

પોતાની સૌપ્રથમ તેમણે પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થળ કિર્તી મંદિરની મુલાકાત લઇને ત્યાં કોસ્ટગાર્ડની જેટીનું નિરીક્ષણ કરીને તેઓ કચ્છના છેવાડાના વિસ્તાર કોટેશ્વર પહોંચ્યા હતા. અહીં રાજનાથ સિંહે સિરક્રીક મામલે દેશની સલામતી અને સ્વાભિમાન સાથે કોઈ બાંધછોડ ન કરવાની સ્પષ્ટ અને મક્કમ વાત કરી ને પાકિસ્તાનને પરોક્ષ ચેતવણી આપી હતી કે ભારતની સુરક્ષાને સ્પર્શતી બાબત સાથે કેન્દ્ર સરકાર કોઈ અટકચાળું સહન નહીં કરે.
તેમણે જણાવ્યું હતું કે આતંકવાદી દૃષ્ટિએ તો કચ્છ-ગુજરાતની સીમા સંવેદનશીલ છે જ પરંતુ મોટા ઉદ્યોગોનો વિકાસ થયો છે એ જોતાં ગુજરાતની સરહદ દેશ માટે આર્થિક રીતે પણ વ્યૂહાત્મક છે. બીજા દિવસે લખપતની મુલાકાત દરમિયાન તેમણે કચ્છની વ્યૂહાત્મક ક્રીક સરહદે સલામતી વ્યવસ્થા મજબૂત કરવા માટે સીમાસુરક્ષા દળના ક્રીક કમાન્ડો દળને વ્યવસ્થિત સ્વરૂપ આપવાની સાથે ફાસ્ટ એટેક બોટની ઝડપથી ફાળવણી અને ઓલ ટેરેન વિહીકલની સંખ્યા વધારવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus