પત્નીઃ આ બ્રેટ-લી છે?
પતિઃ ના, આ તો ક્રિસ ગેઈલ છે. બ્રેટ-લી તો બોલર છે.
'બ્રેટ-લી બહુ હેન્ડસમ છે. એણે તો એના ભાઈની જેમ ફિલ્મોમાં હીરો બની જવું જોઈએ.'
'બ્રેટ-લીનો કોઈ ભાઈ હીરો નથી.'
'એમ? તો બ્રુસ-લી કોણ છે?'
'અરે નહીં, એ તો ચીનનો છે.'
'અરે વાહ! તરત બીજી વિકેટ પડી ગઈ!'
'ના ના, આ તો એક્શન-રિપ્લે છે.'
'લાગે છે કે ઈન્ડિયા જીતી જશે.'
'આ ઈન્ડિયાની મેચ નથી. આ તો બેંગલોર-ચેન્નાઈની મેચ છે.'
'લો, આ અંપાયર હેલિકોપ્ટર કેમ મંગાવે છે?'
'હેલિકોપ્ટર નથી બોલાવતો, ફ્રી-હિટ છે.'
'લો, બધા પૈસા આપીને તો જોવા બેઠા છે. હવે ફ્રી શું આપે છે?'
'ફ્રી-હિટ એટલે એમાં વિકેટ ના ગણાય.'
'હવે એ કોને 'હાય' કરી રહ્યો છે?'
'હાય નહિ, 'બાય'નો ઈશારો કરે છે.'
'કેમ બાય કરે છે? મેચ પુરી થઈ ગઈ?'
'ના હજી ૩૬ બોલમાં ૭૨ રન જોઈએ.'
'સાવ ઈઝી છે. ૧ બોલ પર બે રન બનાવવાના.'
ત્રાસીને પતિ ટીવી બંધ કરી દે છે. પત્ની રીમોટ લઈને જોધા-અકબર જોવા બેસી જાય છે.
પતિઃ આ જોધા કોણ છે?
પત્નીઃ તમારી સાસુ છે!! જુઓ મને હેરાન કરશો તો માથામાં વેલણ મારી દઈશ...
•
મગનલાલને ૮૦ વર્ષ પૂરાં થયાં. આ ઉંમરે પણ તેઓ ખૂબ તંદુરસ્ત હતા. રોજ સાત-આઠ કલાક કામ કરતાં. લોકોનું કામ કરવા દોડાદોડ કરવી પડે તો એ માટે પણ હંમેશાં તૈયાર. તેઓ જાહેરજીવન સાથે સંકળાયેલા હોવાથી એક પત્રકાર ચંપા તેમનો ઇન્ટરવ્યુ લેવા આવી.
ચંપાઃ આ ઉંમરે પણ તમારી આટલી સરસ તંદુરસ્તી રહસ્ય શું?
મગનલાલઃ મેં લગ્ન કર્યાં ત્યારે અમે પતિ-પત્નીએ એક બાબતની સમજૂતી કરી લીધી હતી. અમારી વચ્ચે કોઈક બાબતમાં મતભેદ પડે ત્યારે પહેલાં બન્ને વ્યક્તિએ પોતપોતાની વાત એકબીજા સામે રજૂ કરવી. એ પછી જેને પોતાની ભૂલ લાગતી હોય તેણે સોરી કહેવાને બદલે ઘરની બહાર જઈને એક કિલોમીટર ચાલીને પાછા આવવું. છેલ્લાં પચાસ વરસથી મને ખુલ્લી હવામાં ચાલવાનો ઘણો લાભ મળ્યો છે... આ તંદુરસ્તી એને જ આભારી છે!
•
ચંગુ અને ચંપા વચ્ચે જમવાના સમયે વાતચીત ચાલી રહી હતી.
ચંગુઃ આજે શાકમાં મીઠું થોડું વધારે પડી ગયું હોય એવું લાગે છે.
ચંપાઃ ના-ના હવે. તમને તો ખાધાનીયે ખબર નથી પડતી... મીઠું તો બરાબર છે, શાક થોડુંક ઓછું છે.
•
નર્સ (ડોક્ટરને)ઃ સાહેબ, એ કેવી રીતે જાણી શકાય કે દર્દીનું મૃત્યુ થયું છે?
ડોક્ટરઃ જ્યારે પુરુષની શ્વસનક્રિયા અને સ્ત્રીની બોલવાની ક્રિયા બંધ થાય ત્યારે.
•
ચંગુએ ગુસ્સામાં ચંપાને કહ્યુંઃ મને હેરાન ન કર. મારા મગજમાં આગ લાગી છે.
ચંપાઃ હં... હવે મને સમજાયું કે આ છાણાં બળવાની વાસ ક્યાંથી આવી રહી છે.
•
લલ્લુએ બહારથી આવીને મમ્મી ચંપાને કહ્યું, ‘મમ્મી - મમ્મી, પપ્પાને રોડ ક્રોસ કરતાં ડર લાગે છે કે શું?
‘અરે ગાંડા! એવું હોતું હશે? એ જરા પણ ડરે એવા નથી.’ મમ્મી બોલી.
‘તો પછી, રોડ ક્રોસ કરતી વખતે એ મારો હાથ કેમ પકડી રાખે છે.’ ચિંટુ બોલ્યો.
•