સૂત્રો કહે છે કે, સ્પાઇસ જેટ એરલાઇન્સે આ વિમાન દુર્ઘટના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેદરકારીને કારણે થઈ હોવાથી ઓથોરિટી પાસેથી વિમાનને થયેલા નુકસાન તથા મુસાફર સેવાના નુકસાનને વસૂલવા દાવો કરશે. સ્પાઇસ જેટનું ૭૦૦ની સિરીઝનું બોઇંગ ૭૩૭ વિમાન રૂ. ૪૮ કરોડની કિંમતનું ૧૮૯ બેઠકોવાળું છે. સૂત્રો કહે છે કે કંપનીએ એરક્રાફ્ટને થયેલા નુકસાન, રિપેરીંગ અને સ્ટાફના વેતન મળી થયેલા નુકસાનનો કુલ આંક આઠ કરોડનો આંક્યો છે. નુકસાનીનો વધુ આંક બતાવવા વિમાનના રિપેરીંગમાં દિવસો ખેંચાઇ રહ્યાનું ઓથોરિટીની વિજિલન્સ ટીમના ધ્યાને આવી છે.
