આવા કથિત લાભ લેનારા ૧૦૦ ડોક્ટરો તાજેતરમાં નવી દિલ્હી ખાતે કાઉન્સિલની એથિક્સ કમિટી સમક્ષ ઉપસ્થિત થયા હતા અને તેમની પૂછપરછ થઇ હતી. કમિટીના સભ્ય
ડો. કે.કે. અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘કમિટીની છેલ્લી મીટિંગમાં ૧૫૦માંથી ૧૦૦ ડોક્ટરો હાજર રહ્યા હતા. બીજા ડોક્ટરોની ફરીથી બોલાવીશું . નિયમ મુજબ ડોક્ટરોને કમિટી સમક્ષ હાજર થવા ત્રણ વખત તક આપવામાં આવે છે.’
પત્રમાં ડોક્ટરોને તેમના ઇન્કમટેક્સ રીટર્ન, છેલ્લા ત્રણ વર્ષના બેન્ક એકાઉન્ટ અને ઓરિજિનલ પાસપોર્ટ સાથે કમિટી સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું.
આ અંગે ડોક્ટરોને તેમનો લેખિત પ્રતિભાવ આપવા જણાવ્યું હતું. જેમાંથી કેટલાકે પ્રતિભાવ આપ્યો છે, જ્યારે ઘણા ડોક્ટરો કંઇ પણ પગલું ભરતા પહેલા વકીલોની સલાહ લઇ રહ્યા છે. પત્રમાં એવો પણ દાવો થયો છે કે, ડોક્ટરો પાયાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને આ ફાર્મા કંપનીનું ટર્નઓવર ફક્ત પાંચ વર્ષમાં શૂન્યથી રૂ. ૪૦૦ કરોડ પર પહોંચ્યું છે.