કોલેજ સંકુલની ઉત્તરોત્તર પ્રગતિમાં ઉમેરો થાય તેવી ઘટના છે કે, ડુઘરવાડાના વતની ખેડૂત પુત્ર અને આ કોલેજના પૂર્વ વિદ્યાર્થી ઉદ્યોગપતિ મહાસુખભાઈ શા. પટેલ દ્વારા નવિન સંકુલ માટે રૂ. ૧,૮૧,૦૦,૦૦૦ (અંકે એક કરોડ એક્યાસી લાખ)નું દાન આપતાં હવે નવું સંકુલ મહાસુખ વિદ્યાનગરી તરીકે હિંમતનગર રાજમાર્ગ ઉપર કાર્યરત થઈ રહ્યું છે.
ગત સપ્તાહે યોજાયેલા એક સમારંભમાં દાતાનું વિવિધ અગ્રણીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
