કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલય ૨૭ નવેમ્બરે આ યોજનાની જાહેરાત કરશે. આ અંગે કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પ્રવાસનને મહત્ત્વનું વિઝન આપ્યું છે. અમે પ્રવાસનનાં માધ્યમથી દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા ઇચ્છીએ છીએ. અમે વિશ્વના ચારે ખૂણા સુધી પહોંચવા માગીએ છીએ. પ્રવાસનને કારણે દેશમાં મેડિકલ ટૂરિઝમ, એડવેન્ચર ટૂરિઝમ અને રૂરલ ટૂરિઝમમાં રોજગાર વધશે, જે દેશોને વિઝા ઓન એરાઇવલની સુવિધા છે તેના નાગરિકો પણ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન સ્કીમ(ઈટીએ) અંતર્ગત ઓનલાઇન વિઝા માટે અરજી કરી શકશે.
