આવું અમાનવીય અને અત્યંત ધૃણાસ્પદ કૃત્ય આચરવા બદલ આ કેસના આરોપીઓને કોર્ટે સમાજમાં સબક સમાન સખતમાં સખત સજા ફટકારવી જોઈએ.
હિંમતનગર સેશન્સ કોર્ટે ખાતે ગત સપ્તાહે પ્રોસીક્યુશનની દલીલો પૂર્ણ થઈ જતાં સ્પેશ્યલ જજ આઈ.સી. શાહે વધુ સુનાવણી ૧૨ જાન્યુઆરીએ મુકરર કરી છે. એ દિવસે આરોપી પક્ષ તરફથી પોતાનો બચાવ રજૂ થાય તેવી શક્યતા છે.
