હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 08th April 2015 06:34 EDT
 

પત્નીઃ મેં તમારી સાથે લગ્ન શું કામ કર્યાં એ જાણો છો?
પતિઃ શા માટે?
પત્નીઃ હું જાણવા માગતી હતી કે તમે કેટલા મૂરખ છો.
પતિઃ અરે પગલી, એના માટે તારે લગ્ન કરવાની શું જરૂર હતી. મેં હા પાડી એના પરથી જ તું મારી મૂર્ખાઇનો અંદાજ લગાવી શકી હોત.

છગનલાલ તેના દીકરા ચંગુ સાથે નદી પાસે ઊભા હતા.
ચંગુઃ પપ્પા, મને નદીમાં આગળ જવા દોને.
છગનલાલઃ નહીં બેટા, ડૂબી જઈશ.
ચંગુઃ અરે નહીં ડૂબું. મને તરતાં આવડે છે.
છગનલાલ (ગુસ્સામાં)ઃ અને જો તું ડૂબી ગયો ને તો ઘરે જઈને તને ધોઈ નાખીશ.

ટીચરઃ બાળકો, જો તમે મનથી પ્રાર્થના કરો તો ભગવાન તમારી ઇચ્છા પૂરી કરે છે.
ચંગુઃ ખોટી વાત છે.
ટીચરઃ કેવી રીતે?
ચંગુઃ અગર જો એવું હોત તો તમે બીજી સ્કૂલમાં ભણાવતા હોત.

રમેશઃ યાર, આ પપ્પુ હંમેશા કડકો જ હોય છે. એની પાસે જ્યારે જોઈએ ત્યારે પૈસા હોતા જ નથી.
સુરેશઃ કેમ? શું એ તારી જોડે કાયમ પૈસા માંગે છે.
રમેશઃ ના યાર, જ્યારે પણ હું માંગું છું, ત્યારે મને ના પાડી દે છે.

પપ્પુઃ કોઈની જોડે પ્રેમ થઈ જાય અથવા રાત્રે મચ્છર કરડી જાય બંનેના પરિણામ સરખું જ
આવે છે.
બંટીઃ એ કેવી રીતે?
પપ્પુઃ બસ, રાત્રે ઊંઘ જ ન આવે.

પપ્પુ ટ્રેનમાં એક સીટ ઉપર સૂતો હતો.
એક મુસાફર આવ્યો અને બોલ્યોઃ ભાઈ થોડી જગ્યા કરો, મારે બેસવું છે.
પપ્પુઃ તને ખબર નથી હું કોણ છું?
મુસાફર ડરી ગયો અને બીજી જગ્યાએ જઈને બેસી ગયો.
થોડી વાર પછી એક પહેલવાન આવ્યો અને બોલ્યોઃ આઘો ખસ, મારે બેસવું છે.
પપ્પુએ એને પણ રોફથી કહ્યુંઃ તને ખબર નથી, હું કોણ છું?
પહેલવાને પપ્પુની બોચી પકડી અને ઊભો કર્યો અને બોલ્યોઃ હા, બોલ કોણ છે તું?
પપ્પુઃ હું... હું.. બીમાર છું. બે દિવસથી બહુ તાવ આવે છે.

એક માણસ મનોચિકિત્સક પાસે ગયો અને કહ્યુંઃ સાહેબ રાત્રે ઊંઘ નથી આવતી. હું જે ખાટલામાં સૂવું છું ત્યાં મને એવો ભાસ થાય છે કે કોઈ નીચે પેસી ગયું છે. એવી બીક બહુ લાગે છે.
ડોક્ટરઃ તમારો ઈલાજ થશે, પણ બહુ લાંબો ચાલશે. મહિનામાં પાંચ વખત આવવું પડશે અને દર વખતે પાંચસો રૂપિયા થશે.
માણસ ગરીબ હતો એટલે ફરીથી આવીશ કહીને જતો રહ્યો.
છ મહિના પછી ડોક્ટર પેલા માણસને સામે મળ્યા અને પૂછ્યુંઃ તું કેમ ફરી ઈલાજ માટે આવ્યો નહીં?
માણસઃ સાહેબ, મારા પાડોશીમાં એક મિસ્ત્રી રહે છે, તેણે મારો ઈલાજ ખાલી ૧૦૦ રૂપિયામાં જ કરી દીધો.
ડોક્ટરઃ મિસ્ત્રીએ ઇલાજ કર્યો?! એ બને જ કેવી રીતે?
માણસઃ એણે મારા ખાટલાના ચારેય પાયા અડધા-અડધા કાપી નાંખ્યા... અને એ પણ એક પાયાના ૨૫ રૂપિયા લેખે...


comments powered by Disqus