NIDના વિદ્યાર્થીને વાર્ષિક રૂ. ૪૮ લાખના પગારની ઓફર મળી

Wednesday 09th December 2015 06:28 EST
 
 

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી) સંસ્થામાં કેમ્પસ પ્લેસમેન્ટના પ્રથમ દિવસે એટલે કે ચોથી ડિસેમ્બરે જ બેંગ્લોરના એક વિદ્યાર્થીને જાણીતી કોર્પોરેટ કંપનીએ હાઇએસ્ટ વાર્ષિક રૂ. ૭૨ લાખના પેકેજની ઓફર કરી છે.
જેને આ ઓફર થઈ છે તે લલિત સાવલે ટેક્સટાઇલ ડિઝાઇનમાં અભ્યાસ કરે છે અને તેને આ ઓફર ટ્રાયડન્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. લલિત સિવાય ટેક્સટાઇલ ડિઝાઇનના અન્ય આઠ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૪૮ લાખનું પેકેજ ઓફર થયું છે.


comments powered by Disqus