ભાજપ-કોંગ્રેસને ફંડ આપવામાં રાજ્ય બીજા ક્રમે

Wednesday 09th December 2015 06:31 EST
 

રાષ્ટ્રીય પક્ષોને દાન આપનારાઓમાં ગુજરાતના લોકોનો ફાળો આગળ છે. ૨૦૧૪-૧૫માં રૂ. ૬૨૨ કરોડ રાજકીય પક્ષોને લોકોએ કાયદેસર આપ્યા હતા. જેમાં ભાજપ ૧૨૩૪ કંપનીઓએ રૂ. ૪૩૭.૩૫ કરોડ અને કોંગ્રેસને ૨૮૦ લોકોએ રૂ. ૧૪૧.૪૬ કરોડ રાજકીય ફંડ આપ્યું છે જે લોકસભાની ચૂંટણીમાં વપરાયું હતું. જેમાં ગુજરાતના લોકોએ રૂ. ૨૪ કરોડ ડોનેશન આપ્યું હતું. સૌથી વધુ ડોનેશન મુંબાઈમાંથી આપવામાં આવ્યું હતું જે રૂ. ૨૬૦ કરોડ હતું. મુંબઈમાં વસતાં ગુજરાતીઓ પણ રાજકીય પક્ષોને મોટું ફંડ આપતાં આવ્યા છે. તેથી ગુજરાતના લોકોએ આપેલાં રાજકીય ફંડમાં ગુજરાતીઓનો ફાળો ઘણો વધારે છે. જે દિલ્હી કરતાં પણ વધારે છે. દેશમાંથી રાજકીય પક્ષોને જે ફંડ મળ્યું છે તેમાં કુલ રૂ. ૬૨૨ કરોડ છે તેમાંથી નામ કે સરનામા વગરનું ફંડ રૂ. ૩૦૦ કરોડ છે. અડધો અડધ દાન નામ સરનામા વગરનું મળે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૧૫૧ ટકાનો ઉછાળો ફંડમાં આવ્યો છે. ગુજરાતમાંથી નામ અને સરનામા સાથે ફંડ આપનારા જ છે કોઈ પોતાનું નામ છુપાવતાં નથી. જોકે, નામ સરનામા વગરનું ફંડ મેળવવામાં ભાજપ આગળ છે. ૭૦ ટકા નાણાં એવા છે કે તે ભાજપને કોણે નાણાં આપ્યા છે તેના નામ જાહેર કરાયા નથી.


comments powered by Disqus